સેના પ્રમુખ (Army Chief) જનરલ બિપિન રાવતે (Bipin Rawat) મોટું નિવેદન આપ્યું છે. આર્મી ચીફે કહ્યું કે બાલાકોટમાં આતંકીઓ ફરીથી સક્રિય થઈ ગયા છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન આતંકવાદીઓની ઘૂસણખોરી માટે યુદ્ધવિરામનો ભંગ કર્યા કરે છે. અમે સંઘર્ષવિરામના ભંગને કેવી રીતે પહોંચી વળવું તે જાણીએ છીએ. અમારા સૈનિકોને ખબર છે કે કઈ રીતે કાર્યવાહી કરવાની છે. અમે સતર્ક છીએ અને એ સુનિશ્ચિત કરીશું કે ઘૂસણખોરીને નિષ્ફળ કરાય. સેના પ્રમુખે કહ્યું કે ઓછામાં ઓછા 500 આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે.