વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની એક દિવસીય મુલાકતે છે. પી.એમ મોદી આણંદના મોગર ખાતે મિલ્ક કેપીટલ ઓફ ઇન્ડિયા-દૂધ નગરી, આણંદની સુપ્રસિધ્ધ અમૂલ ડેરીના મોગર સ્થિત અતિ આધુનિક ચોકલેટ પ્લાન્ટ અને ટેક હોમ રાશન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરશે. જેમાં રાજયપાલ ઓ. પી. કોહલી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરશે.