ગાંધીનગર: આયુષ્માન ભારત કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્યોની હાજરી
વડાપ્રધાન જન આરોગ્ય યોજનાને એક વર્ષ પૂર્ણ થતા ગાંધીનગર ખાતે ઑડિટોરિયમમાં એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગાંધીનગર કૉંગ્રેસના ધારાસભ્ય સી. જે ચાવડાની સૂચક હાજરીથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સરકારના કાર્યક્રમમાં કૉંગ્રેસના આ બંને ધારાસભ્યોની હાજરીથી એવી વાત વહેતી થઇ કે, તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશે. જોકે, પ્રદ્યુમનસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેઓ ભાજપમાં જોડાવવાના નથી અને એમ જણાવ્યું કે, સરકારી કાર્યક્રમ હોવાથી તેઓ આ કાર્યક્રમ હાજર રહ્યા હતા.