સુપ્રીમ કોર્ટ(supreme court)માં અયોધ્યા કેસ(ayodhya case)ની 40મા દિવસની સુનાવણીમાં રામલલા વિરાજમાનના સીએસ વૈદ્યનાથને પોતાની દલીલોમાં જણાવ્યું કે, પૈગમ્બર મોહમ્મદે કહ્યું હતું કે, કોઈ મસ્જિદ એ જમીન પર જ બનવી જોઈએ જેનો તે માલિક છે. સુન્ની વકફ બોર્ડ આ જગ્યા પર પોતાનો માલિકી હક્ક સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે અને માત્ર નમાજ પઢવાને આધાર બનાવીને જમીન આપવાની માગણી કરી રહ્યું છે.