અયોધ્યા પર આજથી સુપ્રીમ કોર્ટમાં દરરોજ સુનાવણી
અયોધ્યા રામ જન્મભૂમિ મામલે સુપ્રીમ કોર્ટમાં મંગળવારે એટલે કે આજથી રોજે રોજ સુનાવણી શરૂ થઈ રહી છે. દરેક પક્ષ પોતાની દલીલો સાથે તૈયાર છે. કોર્ટ સામે મુખ્ય મુદ્દો એ છે કે શું વિવાદીત સ્થળ પર પહેલા મંદિર હતું અને તેને તોડીને મસ્જિદ બનાવવામાં આવી છે. અયોધ્યા પર મધ્યસ્થતા નિષ્ફળ ગયા બાદ બીજી ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે મધ્યસ્થતા પેનલને ભંગ કરી હતી અને 6 ઓગસ્ટથી ઓપન કોર્ટમાં રોજે રોજ સુનાવણી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ મામલાનો ચુકાદો 17 નવેમ્બર 2019 સુધીમાં આવી જાય તેવી વકી છે.