ભારત સરકારની તરફથી આ વર્ષે આપવામાં આવેલા પદ્મ પુરસ્કારોના સંબંધમાં યોગ ગુરૂ બાબા રામદેવે પણ નિશાન સાધ્યું છે. ગણતંત્ર દિવસ પર હરિદ્વાર સ્થિત પતંજલી યોગપીઠમાં કાર્યક્રમ દરમિયાન તેમણે સવાલ ઉઠાવ્યો કે 70 વર્ષમાં કોઇ પણ સંત અથવા સન્યાસીને ભારત રત્ન કેમ આપવામાં આવ્યો નથી. રવિવારે રામદેવે કહ્યું કે, દુર્ભાગ્ય છે 70 વર્ષમાં એક પણ સંત તથા સંન્યાસીને ભારત રત્ન મળ્યો નથી. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી તથા શિવકુમાર સ્વામીજી. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે આગામી વખતે ઓછામાં ઓછું કોઇ સન્યાસીને આપવામાં આવે.