અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાના ઠાકોર સમાજના 12 ગામોના બંધારણ બાદની તેમની પોસ્ટ પર લોકોએ કોમેન્ટ પણ કરી. પોસ્ટમાં તેમણે લખ્યું કે, જો આપણી દીકરી અન્ય સમાજમાં લગ્ન કરે તો આપણો જૂનો રિવાજ અમલ કરો અને દીકરીને દૂધ પીતી કરો. ફેસબુકમાં વિવાદિત પોસ્ટ વાયરલ થઈ રહી છે. રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ લીલાબેન અંકોલિયાએ નિવેદનનને ખેદજનક ગણાવ્યું છે. મહિલા આયોગ નવઘણજી ઠાકોરને નોટીસ આપશે. નોટીસ આપી રૂબરૂ બોલાવી ખુલાસો માંગશે. ત્યારે સવાલ એ છે કે, ખુલ્લેઆમ દીકરીને દૂધ પીતી કરવાની હિમાયત કરવામાં આવી રહી છે, તે કેટલું યોગ્ય છે. જેમની પોસ્ટ વાયરલ થઈ છે, તે નવઘણજી ઠાકોર રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે બનાવેલા સંગઠનના પ્રમુખ છે.