બનાસકાંઠા: નાગરિકતા બિલનો વિરોધ, પોલીસની ગાડી ઉથલાવવાનો થયો પ્રયાસ
સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટના વિરોધમાં મુસ્લિમ સંગઠનોએ ગુરુવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે ત્યારે પાલનપુરના છાપીમાં પોલીસ જવાનો ટોળાની ઝપટે ચઢતા માંડ-માંડ બચી છે. ગુરુવારે સવારથી જ છાપીના મુખ્ય રસ્તા અને હાઈવે પર સિટીઝનશીપ બિલનો વિરોધ કરનારા હજારોની સંખ્યામાં રસ્તા પર ઉતર્યા હતા અને ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિ વણસતી જોતાં પોલીસે કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી પરંતુ તેના લીધે સ્થિતિ વણસી હતી. વિરોધ કરનારાએ જોતજોતામાં પોલીસની જીપને ઘેરી લીધી હતી અને તેને હચમચાવવાની શરૂ કરી દીધી હતી. પોલીસ જવાનો માંડ-માંડ જીવ બચાવીને ત્યાંથી નિકળ્યા હતા. હાલ છાપી અને પાલનપુર શહેરમાં ભારેલા અગ્નિની સ્થિતિ છે.