બારડોલીના NRI પટેલ પરિવારના લગ્ન ચર્ચામાં આવ્યા છે. જ્યારે NRI વરરાજાની જાન રીક્ષામાં આવી ત્યારે સૌ કોઈ જોતા રહી ગયા. જાનૈયાઓ ફૂલોથી શણગારેલી 12 રીક્ષામાં લગ્ન સ્થળે પહોંચ્યા હતા. NRI પરિવારે સમાજલક્ષી પહેલ કરી રીક્ષા ચાલકોને રોજગાર મળે અને લગ્ન સાદગીથી થાય તેવો સમાજને મેસેજ આપ્યો છે. કામરેજના સેવણી ગામનો વૈભવી પટેલ પરિવાર અમેરિકાના ટેક્સાસ શહેરમાં સ્થાયી થયેલો છે. વરરાજા શિવ પટેલની ઇચ્છા હતી કે સમાજમાં બદલાવ માટે તેમની જાન રીક્ષામાં જાય. પટેલ પરિવારમાં દીકરાના લગ્નનો પ્રસંગ એક ઉત્સાહમાં ફેરવાઈ ગયો, કેમકે પટેલ પરિવારે દીકરાના લગ્ન સાદગીથી કર્યા અને સમાજમાં એક દાખલો બેસાડ્યો.