શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.