હિંગળાજ માતા મંદિર પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાનમાં આવેલી હિંગોલ નદીના તટ પર લ્યારી તાલુકામાં આવેલા મકરાણાના તટીય ક્ષેત્ર હિંગળાજ ખાતે આવેલું હિંદુ મંદિર છે. આ મંદિર હિંદુ ધર્મની 51 શક્તિપીઠ પૈકીની એક માનવામાં આવે છે, અને કહેવાય છે કે અહીં સતી માતાના શરીરને ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્ર વડે કપાઇ જવાને કારણે અહીં એમનું બ્રહ્મરંધ્ર (માથું) પડ્યું હતું.