સિદ્ધપુર શહેરએ ધાર્મિક નગરી ગણવામાં આવે છે. શહેરમાં અનેક પ્રાચીન મંદિરો શિવાલયો આવેલા છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં વૈષ્ણવ સંપ્રદાયનું પૌરાણિક દ્વારકાધીશનું મંદિર આવેલ છે. આ મંદિરના ઇતિહાસ પર નજર કરીએ તો આ મંદિર અંદાજે 100 વર્ષ જૂનું છે અને તે સમયે સિદ્ધપુર ખાતે આવેલ અલ્પા સરોવરમાંથી વૈષ્ણવ સંપ્રદાયના એક વ્યક્તિને દ્વારકાધીશની મૂર્તિ મળી હતી. ત્યારબાદ બાલ કૃષ્ણ લાલજી મહારાજ દ્વારા બિંદુ સરોવર રોડ પર રામજી મંદિરની બાજુમાં દ્વારકાધીશના મંદિરનું નિર્માણ કરી દ્વારકાધીશની મૂર્તિને બિરાજ માન કરી હતી.