ઉપલેટાના ભાયાવદર સજ્જડ બંધ કરવામાં આવ્યું હતું. હસમુખભાઈ છગનભાઈ ભોજાણી ઉ.વ.43 નામના યુવકને જાહેરમાં માર મારતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આંતરજ્ઞાતિ યુવક-યુવતિએ કરેલા પ્રેમ લગ્નમાં હરસુખભાઈએ સાક્ષીમાં સહી કરતાં માર મારવામાં આવ્યો હતો. ક્ષત્રિય સમાજની દિકરીઓએ પટેલ સમાજના યુવકો સાથે લગ્ન કરતાં ચારથી પાંચ જેટલા શખ્સોએ યુવકને માર માર્યો હતો.