રસ્તે રઝળતી ઉત્તરવહી મામલે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટતા કરી છે. ભારતમાં વિદ્યાર્થીઓનું ભાવિ હંમેશા ધૂધળું હોય છે, જેથી વર્ષેદહાડે અનેક વિદ્યાર્થીઓ વિદેશની વાટ પકડે છે. આવામાં વધુ એકવાર વિદ્યાર્થીઓનું ભાવિ રસ્તે રઝળતુ મળી આવ્યું છે. વીરપુરની જીતપુર ચોકડી પાસેના રોડ પર આ વર્ષની બોર્ડની ધોરણ 10 અને 12ના પરીક્ષાની ઉત્તરવહી મળી આવી છે. પરીક્ષા બોર્ડના ચેરમેને પણ સ્વીકાર્યું કે ગાડીમાંથી ત્રણ પોટલા પડી ગયા હતા. ત્યારે આ ઘટના શિક્ષણ વિભાગ પર અનેક સવાલો ઉભા કરી રહ્યાં છે. અધિકારીઓ પોતાના બચામાં કહી રહ્યાં છે કે, ઉત્તરવહીને કંઈ નુકસાન થયું નથી. પરંતુ રસ્તા પરથી મહેલી ઉત્તરવહીને જોઈને સ્પષ્ટ કહી શકાય કે તે ફાટેલી છે. એક એક પાના અલગ પડેલા છે. તો ક્યાંક કાગળના ટુકડા થયેલા પણ જોવા મળી રહ્યાં છે.