Binsachivalay Exam: કોંગ્રેસે સંભાળી આંદોલનની કમાન
બિનસચિવાલય આંદોલનમાં વિદ્યાર્થી નેતા બનેલા યુવરાજસિંહે પરીક્ષા રદ્દ કરવાની માંગ સાથે ચાલુ કરેલુ આંદોલન અધવચ્ચે જ સંકેલીને ચાલતી પકડી છે. જેના કારણે તેની સાથે રહેલા વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે. આવી સ્થિતિમાં તમામ કોંગ્રેસી નેતાઓ વિદ્યાર્થીઓની પડખે ઉભા રહ્યા હતા. પરેશ ધાનાણીએ પરીક્ષા રદ્દ નહી કરવામાં આવે ત્યાં સુધી ત્યાં જ બેસવાની જાહેરાત કરી છે. ત્યારે તેઓએ આખી રાત વિદ્યાર્થીઓ સાથે વિતાવી હતી. તો સાથે જ તેમણે ભૂખ્યા વિદ્યાર્થીઓને ખીચડી બટાકાનું ભોજન કરાવ્યું હતું.