બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષા: વિદ્યાર્થીઓએ ગાંધીનગરના રસ્તા પર વિતાવી રાત
બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા.