સુરતમાં વધુ એક બર્થડે વીડિઓ વાયરલ થયો છે. જેમાં તલવાર વડે કેક કટીંગ કરાવામાં આવતી જોવા મળી રહી છે. ત્યારે આ વીડિયો સુરતના અમરોલી વિસ્તારનો હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ આ વીડિયોમાં પોલીસ કમિશનરના જાહેરનામાંનો ભંગ કરાયો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.