લોકસભા ચૂંટણી 2019: ભાજપના દિગ્ગજ નેતાઓ કરશે 1000 રેલી
લોકસભા ચૂંટણી 2019 માટેનું રણશીંગૂ ફૂંકાઇ ગયું છે. ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ જીત માટે તૈયારઓ આરંભી છે. આ સંજોગોમાં પાર્ટી સુત્રો દ્વારા મળેલી વિગતો અનુસાર ભાજપ દ્વારા આ વખતે દિગ્ગજ નેતાઓની 1000 કરતાં વધુ રેલીઓ સભાઓ યોજવાનો પ્લાન તૈયાર કર્યો છે. સ્ટાર પ્રચારકો સાથે દિગ્ગજ નેતાઓની ઠેર ઠેર રેલીઓ સભાઓ યોજાશે. અંદાજે 2 મહિના જેટલા લાંબા ચૂંટણી પ્રચાર અભિયાનમાં પીએમ મોદી સહિત ભાજપના સ્ટાર પ્રચારકોની અંદાજે 1000 સભાઓનો તખ્તો તૈયાર કરાઇ રહ્યો છે. ખુદ પીએમ મોદી અંદાજે 200 જેટલી સભાઓને સંબોધશે એવી સંભાવના છે.