ભાજપના નેતૃત્વવાળા NDAના નવા ચૂંટાયેલા સાંસદોની શનિવારે બેઠક થવા જઈ રહી છે જેમાં તેઓ ઔપચારિક રીતે નરેન્દ્ર મોદીને પોતાનો નેતા પસંદ કરશે. તેની સાથે જ સરકારની રચનાની દિશામાં પ્રક્રિયા આગળ વધશે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ લોકસભા ચૂંટણી 2019માં 354 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે ભાજપે 303 બેઠકો પર વિજય મેળવ્યો છે.