6 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી (Gujarat VidhanSabha By Election 2019) ને લઈને ભાજપ (BJP)માં મનોમંથન તથા આંતરિક વિખવાદ હાલ ચરમસીમા પર છે. ગઈકાલે મોડી રાત સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)ના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સ્થાનિક આગેવાનોને પ્રદેશ નેતૃત્વને સ્થાનિક નેતાઓને ટીકિટ આપવા બાબતે રજૂઆત કરી છે. રાધનપુર (Radhanpur), ખેરાલુ (Kheralu), બાયડ(Bayad), લુણાવાડા બેઠક પર સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરી. તેમજ રાધનપુર અને બાયડ પર કોંગ્રેસ (Congress) માંથી આવેલા ઉમેદવારોને લઈને પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. તો બીજી તરફ, લુણાવાડા (Lunawada) અને થરાદ (Tharad) બેઠક પર સ્થાનિક ઉમેદવારની પસંદગી કરવાની માંગ ઉઠી છે.