ભેંસાણમાં કથિત મગફળી કૌભાંડ મામલે BJP તાલુકા પ્રમુખે કરી CID તપાસની માગ
જૂનાગઢના ભેંસાણમાં કથિત મગફળી કૌભાંડ મામલે ભેંસાણ તાલુકા ભાજપ પ્રમુખે CID તપાસની માગ કરી છે. ભાજપના તાલુકા પ્રમુખ ગાંડુભાઈ કથીરિયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ભેંસાણના કથિત મગફળી કૌભાંડની તપાસ CID પાસે કરાવવાની રજૂઆત કરી છે. ભેંસાણ એપીએમસીમાં કોંગ્રેસની સત્તા છે પરંતુ ગઈ કાલે મંત્રી જયેશ રાદડિયાએ ભેંસાણમાં કોઈ ગેરરીતિ ના થઈ હોવાનું કહીને કોંગ્રેસને ક્લીન ચિટ આપી દીધી હતી. પરંતુ ભાજપના જ તાલુકા પ્રમુખે કથિત મગફળી કૌભાંડની તપાસ CID પાસે કરાવવાની માગ કરી છે.