ગોવામાં મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ તેજીથી રાજનીતિક ઘટનાક્રમમાં બદલાવ આવ્યો. તેના બાદ બીજેપી આલાકમાને પ્રમોદ સાવંતને મનોહર પર્રિકરના ઉત્તરાધિકારી પસંદ કર્યા. પ્રમોદ સાવંત રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા છે. તેમનો શપથ ગ્રહણ સમારોહ સમાચારમાં રહ્યો. સોમવારે દિવસભર ચાલેલી ગરમાગરમી બાદ સાવંતના નામ પર મહોર લાગી હતી. જોકે, તેમના નામ પર સહમતિ બનાવવામાં બીજેપી આલાકમાન અને ખાસ કરીને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને બહુ જ મહેનત કરવી પડી હતી. રાત્રે 1.50 કલાકે પ્રમોદ સાવંતને રાજ્યપાલ મૃદુલા સિન્હાને પદ અને ગુપ્તતાના શપથ અપાવ્યા હતા.