સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મોહન કુંડારિયા વધુ એકવાર ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા હતા.લોકસભાની ચૂંટણીમાં તેમને રિપીટ કરતા તેઓના સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જયારે મતગણતરીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે તેમણે જીતનો આત્મવિશ્વાસ દર્શાવ્યો હતો.