બનાસકાંઠાના પાંથાવાડામાંથી બોગસ તબીબ ઝડપાયો હતો. વિનોદ પટેલ ઘણા સમયથી પાંથાવાડા ખાતે બોગસ હાટડી ચલાવી રહ્યો હતો. દાંતીવાડાના TDOએ એલોપેથીક પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. પાંથાવાડામાં બોગસ ડોકટર ઝડપાતા અનેક બોગસ ડોકટરોમાં ફફડાટ જોવા મળી રહી છે. THOએ બોગસ ડોકટર વિરુદ્ધ પોલીસ કેસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.