રાજ્યમાં બીઆરટીએસ (BRTS Accident) ના સતત વધી રહેલા અકસ્માતોને પગલે બીઆરટીએસની સવારી પર અનેક સવાલો ઉભા થયા છે. તો બીજી તરફ, બીઆરટીએસ કોરિડોરમાં ઘૂસી જતા વાહનચાલકો પણ માથાનો દુખાવો બન્યા છે. બીઆરટીએસ કોરિડોરમાં વાહનચાલકોને ગાડી ચલાવવાની મનાઈ હોવા છતાં વાહન ચાલકો પોતાની ગાડી બીઆરટીએસ કોરિડોરમાં હંકારે છે. ત્યારે હવે અકસ્માતો (Accident) ને નિવારવા માટે અમદાવાદ BRTS કોરિડોર બાઉન્સરોને હવાલે મૂકાયું છે. બીઆરટીએસ કોરિડોરમાં સુરક્ષા માટે બાઉન્સરો તૈનાત કરાયા છે. ત્યારે આજે બીઆરટીએસ કોરિડોરમાં ટ્રાફિક પોલીસની સાથે બાઉન્સરો પણ ઉભા દેખાયા. જેઓ કોરિડોરમાં આવી રહેલા ખાનગી વાહનોને રોકી રહ્યાં છે.