મળો સુરતી મેરી કોમને, બોક્સિંગની રિંગ ગજવવાની છે ઇચ્છા
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આવેલા બોક્સિંગ સ્ટેડિયમમાં સતત પ્રેકટીસ કરનાર આરતી આવનાર નેશનલ કક્ષાની યુનિવર્સિટી બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર છે. બોક્સિંગ ચેમ્પિયનશિપ માં ગોલ્ડ મેળવવા માટે તે સતત ચારથી પાંચ કલાક સુધી બોક્સિંગ રિંગમાં ભારે મહેનત કરી રહી છે. આરતી નોકરી પણ કરે છે અને નોકરી પત્યા પછી પાર્ટટાઈમ બોક્સિંગ ની પ્રેક્ટિસ કરે છે.મેરી કોમના જીવનમાંથી પ્રેરણા લઈ ને તેને લાગ્યુ કે તે પણ મેરી કોમની જેમ પોતે પણ પરિવાર અને નોકરીની સાથે બોક્સિંગનું સ્વપ્ન પૂર્ણ કરી શકે છે.આરતી નેશનલની સાથે સાથે ઓલમ્પિકમાં પણ રમવા ઇચ્છે છે જેને કારણે તે ખૂબ મહેનત કરે છે આજ કારણ છે કે તે સતત બોક્સિંગમાં દિવસ રાત મહેનત કરી રહી છે.