છેલ્લા ઘણા સમયથી અમરેલી જિલ્લાની એચ.ટાટ વાળી પ્રાથમિક શાળાઓમાં સંખ્યાની ગડમથલ ને લઈને આચાર્યની બદલીઓ કરવામાં આવી રહી છે ત્યારે અમરેલી તાલુકાના જાળીયા ગામે આચાર્યની બદલી ન થાય તે બાબતે સમસ્ત ગ્રામજનો નારા પોકારી સ્કુલને કરી તાળાબંધી કરીને શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો હતો.