પાટણ : નર્મદા કેનાલમાં ગાબડાંને પગલે ખેડૂતો ચિંતામાં
પાટણ જિલ્લામાં ભારે વરસાદ અને બાદમાં કમોસમી માવઠાએ જગતના તાત પર લીલા દુષ્કાળ જેવી સ્થિતિ ઉભી થઈ હતી ત્યારે રવિ સીઝન ખેડૂતો ને સારી નીવડશે જેવી આશાએ ચાણસ્મા તાલુકાના ભાટસર ગામના ખેડૂતોએ પેટે પાટા બાંધીને વ્યાજે રૂપિયા લાવી રવિ સીઝન નું વાવેતર કર્યું. જોકે નર્મદા વિભાગના ભ્રષ્ટ વહીવટ અને નર્મદાની કેનાલની હલકી ગુણવત્તાની કેનાલોને લઈ ચિંતિત બન્યા છે. હાલમાં ભાટસર ગામની નર્મદાની માઇનોર કેનાલમાં અતિશય લીલ તેમજ પાણીનો પ્રવાહ વધુ હોવાથી ગત મોડી રાત્રે 30 ફૂટ જેટલું ગાબડું પડતા આસપાસના 50 વીઘા ખેડૂતના ખેતરોમાં પાણી ફરી વળતા વાવેલ એરંડાના પાકમાં પાણી ફરી વળ્યાં છે જેને લઈ પાક નિષ્ફળ નીવડશે એવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.