નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આજે દેશનું કેન્દ્રીય બજેટ રજુ કર્યું. શિક્ષણના ક્ષેત્ર પર સરકારે આ વખતે 99300 કરોડ રૂપિયાનું બજેટ રાખ્યું છે. ભાષણ દરમિયાન નાણામંત્રીએ કહ્યું કે શિક્ષણ ક્ષેત્રે એફડીઆઈ લાવવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય પોલીસ યુનિવર્સિટી અને રાષ્ટ્રીય ફોરેન્સિક યુનિવર્સિટીનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો છે. આ બજેટ વિશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.