નાણામંત્રી નિર્મલા સીતારમણે ( nirmala sitharaman) વર્ષ 2020-21 માટેનું સામાન્ય બજેટ સંસદમાં રજુ કર્યું. પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રીએ સમાજના તમામ વર્ગો માટે મોટી જાહેરાતો કરી. પરંતુ જે જાહેરાતની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં હતાં તે બજેટ ભાષણના લગભગ 2 કલાક બાદ થઈ. નાણામંત્રીએ કહ્યું કે વિકાસ માટે ટેક્સ સંરચનામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યાં છે. કોર્પોરેટ ટેક્સને 15 ટકા કરાયો છે. આ ઉપરાંત નીચલા તબક્કાને અત્યાર સુધીની મોટી રાહત આપી છે. હકીકતમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે ટેક્સ છૂટની જાહેરાત કરી છે. આ બજેટ બાદ અનેક નિષ્ણાંતોએ ઝી 24 કલાક સાથે બજેટ અંગે ચર્ચા કરી જેમાં નાણાકીય નિષ્ણાંત અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસે પણ બજેટના સારા ખોટા પાસા અંગે માહિતી આપી.