લુણાવાડા વિધાનસભાની પેટા ચુંટણી સંદર્ભે જ્યારે ઝી ચોવિસ કલાકે જ્યારે લુણાવાડાના વેપારીઓની સ્થિતિ જાણાવાનો પ્રયાસ કર્યો તો ચોકાવનારી હકિકત બહાર આવી વેપારીઓના કહેવા પ્રમાણે ધંધા રોજગાર ભાંગી પડ્યા છે. વેપારીઓ કહ્યુ કે, આ વિસ્તારના બજારો સંપુર્ણ ખેતી અને ખેડૂત પર આધારીત છે. ચાલુ વર્ષે લીલો દુષ્કાળ પડતાં ખેડૂતનો પાક ખેતરમાંજ કોહવાઇ ગયો જેની સીધી અસર દિવાળી પર પડી રહી છે.