અમદાવાદમાં હિંસક તોફાનો (Ahmedbad shahalam riots) બાદ હવે વડોદરામાં વિરોધનો વંટોળ શરૂ થયો છે. અમદાવાદ, બનાસકાંઠા બાદ વડોદરામાં પણ CAAનો વિરોધ સામે આવ્યો છે. વડોદરાના હાથીખાના વિસ્તારમાં તોફાની તત્વો દ્વારા પોલીસની ટીમ પર પત્થરમારો કરવામાં આવ્યો છે. ત્યારે આ ઘટનાને પગલે હાથીખાના માર્કેટમાં આવેલી દુકાનો વેપારીઓએ ટપોટપ બંધ કરી હતી.