રાફેલ ડીલ ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે આજે CAGનો રિપોર્ટ આજે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યો. રાજ્યસભામાં જે રિપોર્ટ રજુ કરવામાં આવ્યો તે મુજબ મોદી સરકારે રાફેલ વિમાનની જે ડીલ કરી છે તે સસ્તી છે. રિપોર્ટ મુજબ રાફેલ ડીલ 2. 86 ટકા સસ્તી છે. કેગના રિપોર્ટ મુજબ 126 વિમાનોની સરખામણીમાં ભારતે 36 રાફેલની ડીલમાં 17.08 ટકા નાણા બચાવ્યાં છે. અત્રે જણાવવાનું કે મોદી સરકારના સમયમાં 2016માં 36 રાફેલ ફાઈટર વિમાનોની ખરીદીની ડીલ થઈ હતી. આ અગાઉ યુપીએના સમયમાં 126 રાફેલ વિમાનો ખરીદવાનું નક્કી થયું હતું પણ અનેક શરતો પર સમાધાન ન થતા ડીલ શક્ય ન બની.