વડોદરાના પાદરાના ગવાસદ ગામની AIMS કંપનીમાં હાઈડ્રોજન સિલિન્ડર રીફિલિંગ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટ મામલે ચેરમેન અને માલિકની આગોતરા જામીન રદ કરાવવા ઉપલી કોર્ટમાં અપીલ કરાશે. આગોતરા જામીન બાદ પણ પોલીસ બંનેના રિમાન્ડ માંગશે. ચેરમેન સિદ્ધાર્થ પટેલ અને માલિક શ્વેતાંશું પટેલને આગોતરા જામીન મળ્યા છે. આગોતરા જામીન મેળવ્યા બાદ પણ હજી સુધી બંને આરોપીઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા નથી.