મહુવાના તલગાજરડા ખાતે હનુમાન જયંતિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસની હાલની સ્થિતિને લઈ કાર્યક્રમ રદ કરાયો છે. ચિત્રકૂટ ધામ ખાતે દર વર્ષે હનુમાન જયંતી ઉત્સવ યોજાય છે. છેલ્લા 38 વર્ષથી હનુમાન જન્મોત્સવનું આયોજન થાય છે. આગામી 5થી 8 એપ્રિલના કાર્યક્રમ યોજવાનો હતો.