લગ્ન પ્રસંગે જઈ રહેલ પાટીદાર પરિવારની કાર રામપરની નદીમાં તણાઈ
રાજકોટ (Rajkot) જિલ્લાના જામકંડોરણા વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે રામપરની નદીના ધસમસતા વહેણમાં કાર તણાઈ ગઈ હતી. આ કારમાં એક જ પરિવારના બે થી ચાર જેટલા સદસ્યો વહેતા વહેણમાં તણાઈ ગયા હતા. જેમાંથી એક શખ્સનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. આ પરિવાર લગ્ન પરિવારમાં જવા નીકળ્યો હતો, પણ ભારે વરસાદને કારણે તણાયો હતો. તણાયામાં પાટીદાર (Patidar) પરિવારોની મહિલાઓ હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટનાને પગલે કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા (Jayesh Radadiya) તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાને પગલે રેસ્ક્યૂ (Rescue) કામગીરી ઝડપી કરાઈ હતી.