કોરોના સામે હાલ સમગ્ર દેશ એક થઇને લડી રહ્યો છે, આ મહામારી રૂપી વિપત્તીની સામે જઝુમી રહેલા દેશમાં હજી પણ કેટલાક અધિકારીઓ એવા છે જેમની ઉંઘ ઉડતી નથી. હાલમાં જ એક રેલવે સ્ટેશનનો વાઇરલ થયેલો વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં એક અધિકારી પોતાની ફરજ પર ભયાનક બેદરકારી દાખવી રહ્યો છે. લેસર ગન દ્વારા મુસાફરોના સ્કેનિંગનું કામ જેને સોંપવામાં આવેલું છે તેવો એક અધિકારી જાણે ગાર્ડનમાં બેઠો હોય તે પ્રકારે મુસાફરોને સ્કેન કરવામાં બેદરકારી દાખવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.