તીડના આક્રમણને લઈ ખેડબ્રહ્મા અને પોશીનાના ખેડૂતોને સાવધાન કરાયા હતા. તીડના સંભવિત આક્રમણને ખાળવા કલેકટરે એડવાઈઝરી જારી કરી છે. પવન 45થી 90 ડીગ્રીના વચ્ચે બદલાય તો તીડના ઝુંડ જીલ્લામાં પશ્ચિમ વિસ્તારને ઝપટમાં આવે તેવી સંભાવના છે. પોશીના તાલુકો તીડના આક્રમણની દ્રષ્ટીએ અતિસંવેદનશીલ કેટગરીમાં મુકાયો છે. સરપંચ, ગ્રામસેવકોને અલર્ટ રહેવા સુચના અપાઈ છે.