આવી રીતે ભણશે ગુજરાત... છોટાઉદેપુરની મોડેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પાસેથી કરાવાયું સ્કૂલનું કામ
છોટાઉદેપુરની મોડેલ સ્કૂલ સંકુલનો વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ કામ કરતા જોવા મળ્યા છે. એક તરફ હાથમાં સાવરણા સાથે હોલમાં સફાઈ કરતી છાત્રાઓ છે તો બીજી તરફ ટેમ્પોમાંથી વિદ્યાર્થીઓ સામાન ઉતારી રહ્યા છે. કામ કરવાને લઈ આદિવાસી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે. સંકુલમાં ત્રણ ગર્લ્સ રેસિડેન્શિયલ અને એક મોડેલ સ્કૂલ આવેલી છે. જેમાં 1200 જેટલી આદિવાસી વિદ્યાર્થીનીઓ અહીં રહીને અભ્યાસ કરે છે. પગાર વધારાની માંગ સાથે સફાઈ કામદાર, સિક્યુરિટી, અને પટાવાળા હડતાળ ઉપર જતાં હોસ્ટેલમાં રહેતી છાત્રાઓની સુરક્ષા સામે જોખમ પણ ઉભુ થયું છે. આ સંકુલ ગાંધીનગરની ગુજરાત સ્ટેટ ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત છે.