બનાસકાંઠામાં કરાયા બાળલગ્ન, વીડિયો વાયરલ
દાંતા તાલુકાના ખેરમાળ ગામે અંદાજે બે માસ અગાઉ એક સગીરાના બાળ લગ્ન (Child Marriage) નો વીડિયો વાયરલ (Viral Video) થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું. જેને લઈ બનાસકાંઠા (Banaskantha) જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના બાળ સુરક્ષા અધિકારી (CWC) દ્વારા પોલીસ સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. જેના પગલે સુરક્ષા અધિકારીએ સોળ વર્ષની સગીરાને દલાલ દ્વારા પુખ્ત વયના યુવાનને પરણાવી નામા લઈ વેચી મારવાનું કાવતરું ગણાવીને હીન કૃત્ય કરનાર સગીરાના પિતા, સગીરાને પરણાવવા માટે દલાલીનું કામ કરનાર વ્યક્તિ સહિત સગીરા સાથે લગ્ન કરનાર વિરુદ્ધ હડાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.