ગુજરાતમાં દારૂબંધી છે એવા સરકાર અને પોલીસના દાવાને તેમના જ અધિકારીએ ખોટા પાડયા હોય તેવી ઘટના સામે આવી છે. જુના સચિવાલયમાં ફરજ બજાવતા એક કલાસ વન અધિકારીએ દારૂની બોટલ બતાવી મહિલા કર્મીને પાર્ટી માટે આમંત્રણ આપ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં પોલીસે કલાસ વન અધિકારીને મુક્ત કરતા મહિલાકર્મીને આરોપીએ ધમકી આપી માર માર્યો.