ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો
રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરાઈ છે. આ વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતો ચિંતામાં દેખાયા છે. વાતાવરણમાં બદલાવથી ઉભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. ઘઉં, મકાઈ, વરિયાળી જેવા પાકોને નુકસાન થઈ શકે છે.