ભરૂચ ખાતે માતા પિતાની છત્રછાયા ગુમાવનાર 3 વર્ષની કાવ્યાને પાલક માતા-પિતાનો આધાર અપાવ્યો રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ. મુખ્યમંત્રીના ધ્યાને આ વાત આવી કે, ભરૂચ સિવિલમાં મૃત્યુ પામેલ માતાને પોતાની કાલીઘેલી ભાષામાં ઉઠાડતી બાળકીને નહોતી ખબર કે તેની માતાએ અનંતની વાટ પકડી છે. મૃતદેહને ઉઠાડતી ત્રણ વર્ષની બાળકીને જોઇ મુખ્યમંત્રીએ ભરૂચ કલેક્ટરને સૂચના આપી અને પછી કલેકટરે સમાજ સુરક્ષા અધિકારીને બાળકી માટે તમામ શક્ય મદદ કરવાના ઓર્ડર કાર્ય.