કેન્દ્રીય બજેટમાં ગુજરાત માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અનેક એવી યોજનાઓ છે જેનાથી ગુજરાતને પણ ફાયદો થવાનો છે. જેમાં એક બુલેટ ટ્રેન છે. બજેટમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ યુદ્ધના ધોરણે વધારવાની જાહેરાત કરાઈ. જેના માટે ખાસ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું.