સાવલીનાં ધારાસભ્ય કેતન ઇનામદારે (Ketan Inamdar) બુધવારે રાજીનામુ આપી દેતા ગુજરાત ભાજપ (BJP) માં રાજકીય ભૂકંપ આવી ગયો છે. તેમને મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યાં છે. હવે આ સમગ્ર મામલે મોટો ઘટનાક્રમ આજે ઘટતો જોવા મળ્યો છે. આ મામલે સીએમ વિજય રૂપાણીએ પણ મહત્વનું નિવેદન આપ્યું છે.