મુખ્યમંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને 10:00 વિધાનસભાના કેબિનેટ બેઠક યોજાશે. જેમાં વિધાનસભા સત્ર દરમિયાન આવનારા સરકારી વિધેયકો ની ચર્ચા વિચારણા કરાશે. ભારતમાં દેખાયેલા કોરોના વાયરસના પગલે રાજ્ય સરકાર દ્વારા આગમચેતીના પગલા લેવા સંદર્ભે પણ બેઠકમાં વિશેષ ચર્ચા થાય તેવી સંભાવના છે. રાજ્ય સરકારે જાહેર કરેલા કૃષિ રાહત પેકેજ માં ખેડૂતો અરજી કરતાં ન હોવાના કારણે વૈકલ્પિક રસ્તો કેવી રીતે કરી શકાય તેના સંદર્ભે પણ ચર્ચા થઇ શકે છે.