પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 98મી જન્મજયંતી છે. ત્યારે આજથી 11 દિવસના મહોત્સવનો રાજકોટમાં પ્રારંભ થઈ ગયો છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણી ખાસ ઉપસ્થિતિ રહ્યાં હતાં. સીએમ રુપાણી અને મહંત સ્વામીના હસ્તે વિરાટ સ્વામિનારાયણ નગરનું વેદોક્ત વિધિથી ઉદ્ઘાટન કરાયું. સીએમનું આગમન થતાં જ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ ભેટમાં આપી હતી.