રાજ્યભરમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો છે. સૌથી નીચું તાપમાન નલિયામાં 6 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 7.7, અમરેલીમાં 9.4 ડિગ્રી તાપમાન છે. અમદાવાદમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો ભૂજમાં 9.4 અને ડીસામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 8.4 અને જૂનાગઢમાં 8 ડિગ્રી તાપમાન છે.