પ્રખ્યાત હરિયાણવી સિંગર અને ડાન્સર સપના ચૌધરી સામે છેતરપિંડીનો આરોપ મૂકી સુરત પોલીસમાં એક અરજી કરવામાં આવી છે. ફરિયાદીએ સપના સહિત છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવા અરજી કરી છે, જેમાં સપના ચૌધરી અને તેના અંગત મદદનીશ અને અન્ય અભિનેત્રીઓનો સમાવેશ થાય છે. ફરિયાદીનો આરોપ છે કે સપના ચૌધરીએ બુકિંગ કર્યા પછી શો રદ કર્યો હતો, જેના કારણે આયોજકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.