ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુ વાઘાણીને કોંગ્રેસના કાર્યકરોને 'હરામઝાદા' કહેવાનું ભારે પડી શકે છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ વાઘાણીને પહેલા ક્લીનચીટ આપ્યા બાદ હવે ફરીથી તપાસ શરૂ કરી છે, ત્યારે હવે વાઘાણી સામે કોર્ટમાં પણ ફરિયાદ થઈ છે. કોર્ટે પોલીસને યોગ્ય તપાસ કરી ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો છે.